Advertisement

Mahisagar : A provision of Rs 10 crore for the development of Dinosaur Park, Raiyoli

Mahisagar : A provision of Rs 10 crore for the development of Dinosaur Park, Raiyoli બાલાસિનોરના રેયોલીમાં આવેલા દેશના સૌથી મોટા ડાયનાસોર પાર્કના વિકાસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ, રૂ. 10 કરોડની જોગવાઈ કરી છે. આ જાહેરાત થતાં મહિસાગર જિલ્લામાં આનંદની લાગણી છવાઈ ગઇ છે. આઠ માસ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહીસાગર જિલ્લાના બાલાસિનોરના રેયોલીમાં આવેલા દેશના સૌથી મોટા ડાયનાસોર પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું, અને તેમણે મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. ડાયનાસોર પાર્કનું આકર્ષણ તેમજ પર્યટકોની સંખ્યા પણ વધતી જાય છે જેને ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે જાહેર કરેલા બજેટમાં ડાયનાસોર પાર્કમાં, વિવિધ સવલતો પ્રવાસીઓને મળી રહે તે માટે નાણામંત્રી નિતિન પટેલે રૂપિયા 10 કરોડની બજેટમાં જોગવાઈ કરી છે.

LatestNews,NewsInGujarati,BreakingNews,DDGirnarNews,

Post a Comment

0 Comments